કોણા હતા પ્રબોધનકાર
પ્રબોધનકાર કેશવ સીતારામ ઠાકરે. આમ તો તેમની ઓળખાણ સત્યશોધક ચળવળના એક ટોયના સમાજ સુધારક તથા પ્રભાવી લેખક તરીડેની રહી છે, પણ તેમનું કતૃત્વ અને પ્રતિભા બહુઆયામી રહી છે. વિચારક, નેતા, લેખક, પત્રકાર, તંત્રી, પ્રકાશક, વક્તા, ધર્મસુધારક, સમાજસુધારક, ઇતિહાસ સંશોધક, નાટકકાર, ફિલ્મોના પટકથા-સંવાદ લેખન, અભિનેતા, સંગીતતજ્ઞ, ચળવળકાર, શિક્ષક, ભાષાવિદ, લઘુઊદ્યોજક, ટાઈપિસ્ટ અને ચિત્રકાર જેવાં અનેક વિશેષણો જેમના નામની આગળ મડ્યા બાદ પણ તેમનું વ્યક્તિત્વ હાથવેંત ઊચું રહે તેમ છે, બજૂરીના વૃક્ષની જેષ ઊયા થવાને બહલે પોતાના વ્યક્તિત્વને વટવૃક્ષની જેમ વ્યાપક બનાવ્યું. જાશે કે એક માણસ સો લાકોનું આયષું ન જીવી ગયો હોય.સામે દેખાતા અન્યાય પર પ્રહાર કરી તેમન્ને વીસમી સદીમાં મહારાષ્ટ્રને અક નવી દિશા આપી. મુઠ્ટીભર લોકોના ઘરમાં ધર બાયેલી સાર્મથ્યના પ્રકાશને તેમન્ને બુધ્દિમત્તા અને કૃતિ, ઈતિહાસ અને ભૂગોળ બહલવાનું શ્રેય જે લોકોના નામે છે, તેમાં પ્રબોધનકાર નું નામ ખારસું ઉપર છે. કોઈ ચોક્કસ ચોકહામાં બંષાઈ રહેવું તેમને માન્ય ન હોતું. આધી તેમને કોઈ એક વિચારધારા કે ઈઝમના ચશ્માં પહેરીને જોઈ ન શકાય, તેઓ એક જ સમયમાં બહુજનવાદી અને હિંદુત્વવાદી પક્ષ રહ્યા છે, જેમને તેઅ પ્રબોધનકાર તરીકે ગમે છે તેમને એમનું ઠાકરે હોવું પચ્યું નથી, તો ઠાકરે તરીકે તેમના પ્રેમમાં પડનારને તેમનું પ્રબોધનકાર હોવું કહતું. પરિણામે, તેમનું રતૃત્વ કાયમ જ પડદાની પેલે પાર રહ્યું.
વિદ્રોહી બાળપણ
પ્રબોધનકારનો જન્મ 17 મી સપ્ટેંબર, 1885 રોજ થટે હતો. તેમનું જન્મગાવ હતું પનવેલ. પણ, ઠાકરેનું મૂળ ગાવ પાલી. આ પાલી મધ્યપ્રદેશમાં હોવાનો દાવો કરવામાં આવે છે. પણ આ પાલી અટલે આપણા અષ્ટવિનાયક ગણપતિનું પ્રસિધદ સ્થાન, રાયગડ જિલ્લાનું પાલી. આ ગણપતિ જ ઠાકરેના કુળદેવતા હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. દાદા ભિકોબા ધોડપકર દેવાભક્ત સંતપુરૂષ હતા. પણ શાક્તોમાંનો સિધ્દિની પાછળ લાગવાને કારશે આવેલી માણસ માટેની સૂગનો દોષ તેમનામાં નહોતો. ઉલ્ટાનું બાવીસ વર્ષો સુધી પંઢરપુરની વારીને કારશે નિસ્પૃહ લોકસેવાના વ્રતનું તેમણે પાલન ક્યું હતું.
તે કાળમાં પૈસા કમવવા માટે કેટલાક લોકોએ પ્લેંગદેવી બનાવ્યાં હતાં. તેઓ ભેંસ પર બેસીને દામેદામ ફરી પૈસાં ભેગાં કરતાં હતાં. ડિકોબા અર્થાત તાત્યા આંગણુ વાળી રહ્યા હતા ત્યારે તેઓ સામે આવ્યા. તેમણે હાથમાંનો કયરો જમીન પર જોરથી ફેંક્યો અને પ્લેગદેવીને જાણે કે પેટતાં ચૂંક આવી અને તેઓ રડારોળ કરવા લાગ્યાં. અંધશ્રધ્દા પર પ્રહાર કરવાના સંસ્કારના બીજ પ્રબોધનકારમાં ત્યારે જ રોપાયાં હશે. નાના (માતાના પિતા) પત્કી વિષ્યાત ધારાશાસ્ત્રી હતા. પણ મૂળે તો તેઓ શિવ ઉપાસક અને જનસેવક, પનવેલ પહેલા હાલની હાર્બર લાઈન પર ખાંદેશ્વર નામનું એક સ્ટેશન આવે છે. આ ખાંદેશ્ર્વરની સ્થપના બાબાએ જ કરી હતી. ‘મંદિરનો ધર્મ કે ધર્મનું મંદિર ’ આ સવાલ પૂછનારા પ્રબોધનકારે ક્શનાલિઝમ અને શ્રધ્દા વચ્યે જે સંતુલન સાધ્યું, તે બાળપણના આ પ્રભાવને કારણે જ. તેમણે શ્રધ્દાનાં છોતરા ઉડાડ્યાં પણ પોતે ક્યારેક અશ્રધ્દ ન થયા.
આબંને કરતાં પ્રબોધનકાર પર વઘારે અસર પાડનારૂ એક વ્યક્તિમત્વ હતું બય અટલે કે દાદી – પિતાનાં માતા . તેમણે જાત - પાત અને ધર્મની પેલે પાર જઇ છ -છ દાયકા સુધી દાયણનું કામ ર્ક્યું . મે આયુષ્યભર જાત -પાત અને દહેજનો વિરોધ ર્ક્યો , તેની પ્રેરણા મને મળી તે આ હય પાસેશી જ , એવું પ્રબોધનકારે કહ્યું હતું . શાળામાંથી પાછા ફરતી વખતે એક મહારાનો (અસ્પૃશ્ય દલિત ) પડછાયો નાનકડા કેશવ પર પડ્યો . હવે ઠાકરે વટલાઈ ગયો , એવી બૂમાબૂમ સાથેના બ્રામ્હણ છોકરાઓ કરવા લાગ્યા . આ કોલાહાલ બયનાં કાને પડયો . તેમણે અભ્યંકર નામના એક છોકરાને આગળ ખેંચ્યો . એને તેનો પડછાયો કેશવ પર પાડ્યો . મહારના પડછાયાથી જો મહાર થયો , તો બ્રાહ્મણના પડછાયાથી અમારો દાદા બ્રાહ્મણ થયો .
આગળ જતાં મહાર જાતિના એક સુબેદાર ગામમાં રહેવા આવ્યા . અંગ્રેજી પાંચમા ધોરણમાં ભણતા પ્રબોધનકાર રોજ તેમના ઘરે ચા પીવા જતા . આને પગલે ગામમાં બબાલ થઈ . ફરિયાદ કરવા માટે ઘરે આવનારાઓને ચોપડાવતી કે તમારા જેવા દારૂ પીનારાઅ કરતાં મહારના ઘરની ચા સારી . બલિ પ્રતિપદાના દિવસે મહાર જાતિની સ્ત્રીઓને ઠાકરેના ઘરના ઓટલે રંગોળીના પાટલા પર બેસાડી દીવાની તેમની આરતી ઉતારનામાં આવતી . તે પછી જ તેમને દિવાળીની બક્ષિસ આપવામાં આવતી હતી . આરીતે મળેલા સંસ્કાર મહત્ત્વનાં ઠર્યાં . બય જીવનના છેલ્લાં વર્ષોમાં દાદરમાં વસ્યાં હતાં અને ત્યાં જ તેમનું અવસાન થયું હતું , ત્યારે તમામ જાતિના હિંદુઓ તેમ જ મુસલમાન તથા થ્રિસ્તીઓ સુધ્દાં તેમને ખભો આપવા આવ્યા હતા .
પિતા સીતારામ ઊર્ફે બાબા પણ કોઈનીય મદદે દોડી જનારા પરગજુ હતા . નોકરી ગુમાવ્યા બાદ પણ હિંમત ન હારતા પોતાની મર્યાદા કોલર જોબના પરાવલંબનને તોમણે જીવનભર પોતાનાથી દૂર રાખ્યું . તેમણે અનેક સાહસો (ધંધાના) ખેડ્યા, આ વાતનું મૂળ હતું સીતારામ પંતની શીખમાં . ગામમાં આગ લાગી હોય તો પોતાનું સર્વસ્વ વિસારે પાડી સીતારામપંત ત્યાં દોડી જતા . ગામમાં પ્લંગનો વાયરો હતો ત્યારે પણ તોઓ આ રીતે જ દોડી ગયા હતા . પણ પ્લેગે તેમનો ભોગ લઇ લીધો . પિતાનું અવસાન થયું ત્યારે પ્રબોધનકાર માંડ સાળ -સત્તર વર્ષના હતા .
પિતા કરતાં માતાનો તેમના પર પ્રભાવ વધારે હતો . તેમે પ્રબોધનકારમાં સ્વાધ્યાય તથા સ્વાભિમાનના સંસ્કારોનું સિંચન ક્રર્યું હતું . પિતાને લોટરી લાગી ત્યારે તેમનો પગાર 15 રૂપિયા હતો અને લોટરીની રકમ હતી 75 રૂપિયા. ત્યારે માતાએ કહ્યું , ‘આપણાને મહેનતનો રોટલો જ જોઈએ .’ રાજકીય નેતા હોવાને કારણે હરામના હપ્તા ઉધરાવનારાઓને આવું કેણ કહેશે ? માતાએ તેમનામાં વાંચનની ,ખાસ કરીને અખબાર વાંચવાની , ખાસ કરીને અખબાર વાંચવાની ટેવ પાડી . આને કારણે મરાઠી નવેસરથી આકાર આપનારા પત્રકારનો જન્મ થયો .
ઠાકરે સીકેપી અર્થાત ચાંદ્રસેનીય કાયસ્થ પ્રભુ જ્ઞાતિના . બાળપણમાં પોતાના કોઈ બ્રામ્હણ સહપાઠીના ઘરે પીવાનું પાણી માગતા તો તપેલીમાં પાણી લાવવામાં આવતું , ઓટલાની નીચે ઊભા રાખી ઊંચેથી આ પાણી ખોબામાં રેડવામાં આવતું અને અ રીતે જ પાણી પીવું પડતું . મિત્રની માતા આ તપેલી ધોયા વિના ઘરમાં પણ લાવવા ન દેતી , શરૂઆતમાં પ્રબોધનકારને આ બાબત સમજાતી નહીં . પણ જ્યારે આ બાહત સમજાવા માંડી ત્યારે આ આભડછેટની મશ્કરી કરવાની શરૂઆત કરી અને આજીવન તેમણે આ જાળવી રાખ્યું .
પિતાની ક્યેરીમાંના સહકર્મચારીઓએ એક બ્રામ્હણ બેલિફના ઘરે ---------માસ નિમિત્તે પ્રાત : ભોગનનો કાર્યક્રમ રાખ્યો હતો . પિતા સાથે કેશવ પણ ત્યાં ગયે હતો . ત્યાં જમણવારમાં બ્રામ્હણોની એક પંગત . તો બીજી પંગતમાં આ બે ઠાકરા હતા . તો ભાલેરાવ નામના એક કારકૂનને વળી સૌથી અલગ જમવા બેસાડ્યા હતા . પીરસનારી સ્ત્રીઅ પણ આ લોકોને ઉપરથી પીરસતી હતી . જમ્યા બાહ પિતા પોતાનો તથા કેશવનો એંઠવાડ જાતે સાફ કરવા લાગ્યા ત્યારે કેશવનો પિત્તો ગયો . આ બ્રામ્હણો આપણી સાથે અલગ પીતે વર્તે છે તો આવણે તેમની સાથે પોતીકાપણું શા માટે રાખવું , એ તેમનો સવાલ હતો . આ સમયે તેમની ઉંમર હતી માત્ર આઠ વર્ષ .
જીવનભર સંઘર્ષ
પિતાની નોકરી છૂટી જવાની તથા પનવેલમાં આગળના શિક્ષણની વ્યવસ્થા ન હોવાથી તેમનું ભણતર અટકી પડ્યું . ફી માટે ચૂકવવાની રકમમાં દોઢ રૂપિયો ઓછો હોવાથી મેટિકની પરીક્ષા આપી શકાઈ નહીં અને વડીલ બનવાનું સપનું એધૂરૂં રહી ગયું . ત્યારથી સાઈન બોર્ડ ચિતરવા , રબર સ્ટેમ્પ બનવવા , બૂક બાઈન્ડિંગ , દીવાલો પર રંગકામ , ફોટોગ્રાફી, મશીન મેકેનિક જેવા ઉદ્યમો તેમણે શરૂ કર્યાં . કૌવત હોય તો બેકારી શા માટે , આ તેમના જીવનનું ધ્યેય હતું .
ક્યારેક નાચક કંપની , સિનેમા કેપનીમાં કામ કર્યું . ક્યારેક ગામોગામ ફરી ગ્રામોફોન વેંચ્યા . ક્યારેક વીમા કંપનીના પ્રચારક બન્યા . ક્યારેક શાળામાં ભણાવ્યું તો ક્યારેક ઈંગ્લિશ સ્પિકિંગના વર્ગો લીધા . ખાનગી કંપનીઓમાં સેલ્સમેન અને પબ્લિસિટી ઓફિસર તરીકે તેઓ પ્રખ્યાત હતા . ક્યારેક પત્રકારોને વક્તાઓના ભાષણનો ઉતારો કરી આખ્યો તો ક્યારેક ચૂંટણીઓમાં ઉમેદવારોનો ચૂંટણી ઢંઢેરો લખી આખ્યો . પીડબલ્યુડી અર્થાત સાર્વજનિક બાંધકામ ખાતામાં દસ વર્ષ નોકરી કરી જે દરમિયાન શોર્ટ હેન્ડ ટાયપિસ્ટથી રેકોર્ડ સેક્શનના હેડ ક્લાર્ક સુધીનો પદભાર સંભળ્યો . આ એક દાયકો તેમના જીવનમાં સ્થૈર્યનો કાળ હો . એ સિવાય , આખો જન્મારો સંધર્ષ દોડધામ અવિરત ચાલુ હતા . પત્રકારત્વ , લેખન, છપાઈ એ જ તેમની આવકના મુખ્ય સાધનો હતા . નાટક કેપનીમાં હતા ત્યારે ગુપ્તેની કન્યા ગમા સાથે તેમે લગ્ન કર્યા . વર્ષ હતું જાન્યુઆરી 1810 અને સ્થળ હતું અલીબાગ નજીક્નું વરસોલી ગામ . તે પછી ઘણા વર્ષો સુધી દાદરમાં રહ્યાં અને પછી ખાન્દરાના માતોશ્રી બંગલામાં . પણ તેઓ સતત ફરતારામ રહ્યા . ક્યારેક ભિવંડી તો ક્યારેક અમરાવતી આમ સંસારની ઘટમાળ ચાલુ હતી . તેમને કુલ 10 સંતાનો થયાં . ચાર દીકરા અને દીકરીઓ . આ સિવાય , રામભાઉ હરણે અને વિમસાતાઈને પણ સગાં સંતાનોની જેમ ઉછેર્યાં . માર્મિક પછા બાળાસાહેબ સ્થિર થયા છેક ત્યારે જીવનના પાછલા વર્ષોમાં જીવનનો સંધર્ષ અટક્યો .
દહેજ વિધ્વંસક સંઘ
પ્રબોધનકારની પ્રથમ ચળવળ તેઓ અંગ્રેજી શાળામાં ભણતા ત્યારની . ઉત્તમ રીતે ભણાવતા ગાડગીલ નામના અક શિક્ષક હતા . તેઅ હંગામી હોવાથી તેમને શાળામાંથી કાઢી નાખવામાં આવ્યા . તે માટે પાંચમા ધોરણમાં ભણતા કેશવે વિદ્યાર્થીઓની સહી સાથેની એક અરજી પાલિકાને મોકલી અને ગાડગીલની નોકરી બચાવી સાધી . પોતાના જેટલી દસ -બાર વર્ષની મંજુ નામની બાળસખીના લગ્ન પાંસઠ વર્ષના આધેડ સાથે નક્કી થયા હોવાથી તેમણે લગ્ન મંડપ બાળી નાખ્યો હતો .
પ્રબોધન ચાલુ હતું ત્યારે દાદરના ખાંડકે બિલ્ડિંગમાં સ્વાધ્યાય આશ્રમ શરૂ થયો . પ્રબોધનનાં અંકોના પેકિંગ માટે મહિનામાં બે વાર અનેક યુવાનો આખી રાત જાગતા . આ બધું પ્રબોધનકારમા દેખરેખ હેઠળ થતું . આમાંથી સ્વાધ્યાય આશ્રમ અને ગોવિંદાગ્રમ મંડળ શરૂ થયાં . આ સંસ્થાએ પ્રવચનો યોજ્યા તથા પુસ્તક પ્રકાશનનું કામ તો કર્યું જ પણ દહેજ વિરોધી મંડળનું કામ મોટા પ્રમાણમાં કર્યું . દહેજ લઈને લગ્ન થતાં હોય ત્યાં જઈ યુવાનો દેખાવો કરતા . ગધેડાનો વરઘોડો કાઢતા અને દહંજ પાછું આપવાની ફરજ પાડતા . ખાસ તો આ ચળવળ દ્વારા ઘડાયેલા અનેક કાર્યકર્તાઓએ આગળ જઈ ડો . બાબાસાહેબ આંબેડકરની ચળવળમાં શરૂઆતના તબક્કામાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો .
સ્ત્રી ઉત્થાનના કાર્યોમાં પ્રબોધનકાર કાયમ જ આગળ રહ્યા હતા . સ્ત્રી શિક્ષણના તેઅ હિમાયતી હતા . ગોવામાંની દેવદાસી પ્રથા પર કાયદા દ્વારા પ્રતિબંધ નાખનામાં આવે તે માટે ત્યાંના ગવર્નર જનરલને પ્રથમ નિવેદન અપાયું હતું તે પ્રબોધનકારના નેતૃત્વમાં જ . પ્રબોધનકારે વીસ -પચ્ચીસ વિધવાઓના વિવાહ પણ કરાવી આપ્યા હતા .
બ્રાહ્મણેત્તર આંદોલન
પ્રબોધનકારને બૂડબાજી અર્થાત પુસ્તકોનું વ્યસન હતું . મૂળ તો ચળવળિયો જીવ . ક્રાંતિકારી વિચારોના બાજ ઘરમાંથી જ રોપાયાં હતાં . આમાં લોકહિતવાદી , મહાત્મા ફૂલે , આગરકર અને ઈગરસોલના લખાણોના વાંચને ખાતરનું કામ કર્યું . આવામાં રાજવાડે પ્રકરણ પ્રકાશમાં આવ્યું . ભારતીય ઈતિહાસ સંશોધન મંડળના ચોથા પર્ષનો અહેવાલ લખતી વખતે ઈતિહાસાચાર્ય વિ . કા. રાજવાડેએ મરાઠાશાહીના પતન માટે બ્રામ્હણેત્તરોને , ખાસ કરીને કાયસ્થોને જવાબદાર ગણાવ્યા હતા . જે કે , લાસ્તવિકતા કંઈક જુદી જ હતી . ઈતિહાસ સંશોધનના નામે સત્ય છૂપાવી બ્રામ્હણ સિવાયના લોકોના સ્વાભિમાનને પગ તળે કચડવાના પ્રયાસો પેશવા કાળથી સાતસ્યતાથી ચાલુ હતા . રાજવાડેના ઈતિહાસ સંશોધનમાં તપશ્ર્ચર્યાની દાદાગીરી એટલી હતી કે તેમનો વિરોધ કરવાની હામકોઈનામાં નહોતી . આવામાં 33 વર્ષનો એક યુવાન છાતી ઠોકીને ઊભો થયો . પ્રબોધનકાર મેદાનમાં ઊતર્યા . તેમણે ‘કોદંડાયા ટણત્કાર ’ અર્થાત ભારતીય ઈતિહાસ સંશોધન મંડળને ઊંધી સલામી નામનું ટકોરાબંધ પુસ્તાક લખ્યું . તેમાં મરાઠાશાહીમાંના બ્રાહ્મણોના જાતિવાદનું સરસ વિવેચન કર્યું હતું . આ બધું એટલું સચોય હતું . કે રાજવાડે તેમને જવાબ પણ આપી શક્યા નહીં . બ્રાહ્મણવાદી ઈતિહાસ પ્રથાને આ બાબાતને કારણે ધક્કો લાગ્યો અને મરાઠાઓના નવા ઈતિહાસ લેખનનો ચીલો શરૂ થયો .
માત્ર પુસ્તક લખીને પ્રબોધનકાર શાંત બેઠા નહીં . પુસ્તકના પ્રચાર માટે તેઓ મહારાષ્ટ્રમાં નાગપુરથી બેલગામ સુધી ફર્યા . આ દરમિયાન તેઓ બ્રાહ્મણેત્તર ચળવળ તરફ આકર્ષાયા . બ્રાહ્મેત્તરોના વૈચારિક નેતૃત્વનો ખાલીપો ભરી કાઢવા સાથે મહાત્મા ફૂલેની સત્યશોધક ચળવળ ફરીથી શરૂ કરવામાં સિંહફાળો આપ્યા .આગળ જતાં સાતારા ગાદીના છેલ્લા છત્રપતિ પ્રતાપસિંહનું તત્કાલીન અંગ્રેજતરફી બ્રાબ્મણો દ્વારા થયેલા અપમાનો તથા તેમના અંતની વાત પણ તેઓ સૌની સામે લાવ્યા . આને કારણે મહારાષ્ટ્રમાં બ્રાહ્મણેત્તર આંદોલનનો પાયો નખાયો .
પુણેમાંના તેમના આ આંદોલનનો બળ મળ્યું . કેશવરાવ જેધે એને દિનકરરાવ જવળકર આ યુવાનો સાથે પ્રબોધનકાર જોડાયા તેથી બ્રાહ્મણવાદી ચળવળકારો ગભરાઈ ગયા . લોકમાન્ય ટિળકના સુપુત્ર શ્રીધરપંત અને રામભાઉ ગાયકવાડ , વાડામાંના ગણેશોત્સવ આયોજનમાં અસ્પૃશ્યોનાં ધાડાં લઈ ગયાં . ત્યાં જ સમતા સૈનિક સંઘની સ્થાપના થઈ . ઊંચનીચના ભેદભાવ મીટાવી સૌને સાથે પંગતમાં જમવા બેસાડાયા . આની પાછળની મહત્ત્વની પ્રેરણા પ્રબોધનકારની હતી . આને કારણે તેમના પર બહિષ્કાર , ઘરની સામે મકેલું ગધેડું નાખવું , મૃત્યુની ખાટી અફવા ઉડાડવી જેવી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો . પણ તેઓ આ બધા સામે અડીખમ ઊભા રહ્યા .
રાડર્ષિનો કોદંડ
આ કાળમાં બ્રાહ્મણેત્તર આંદોલનનું નેતૃત્વ છત્રપતિ શાહુ મહારાજ કરતા હતા . પ્રબોધનકાર પણ પ્રવચનો આપવા ગામેગામ ફરતા હતા . સાથે જ જે -તે ગામના દસ્તાવેજોમાં ત્યાંનો ઈતિહાસ શોધતા હતા . આ પ્રકરણમાં બ્રાહ્મણોના વર્ચસ્વવાળા અખબારોની ટીકાઓને જેવા સાથે તેવા જેવો જવાબ આપવા માટે મહારાજને પણ એક કલમ બહીદુરની જરૂર હતી . પહેલી મુલાકાતમાં જ આ બે મહાપુરૂષો વચ્ચે અખંડ સ્નેહ નિર્માણ થયો . વેદોક્ત પુરાણોક્ત વિવાહ હોય કે ક્ષાત્રજગદગુરૂ પીઠની સ્થાપના હોય , પ્રબોધનકારે પૂરા પાડેલા ઐતિહાસિક દાખલાઓને કારણે છત્રપતિ સારી મદદ મળી .
21 મા વર્ષે પ્રબોધનકારને ટાઈફોઈડ ન્યૂમોનિયા થયો હતો . ત્રણ મહિના સુધી માંદગીના બિછાના પર પડ્યા રહેવાથી ગર મહિનાનો પગાર આવતો નહોતો . આર્થિક ખેંચ હતી . આવામાં, એક વકીલ શાહુ મહારાજનો પત્ર લઈને આવ્યા . એક વિષય પર પુરોણોના આધારે ગ્રંથ લખવા માટે પાંચ હજાર રૂપિયોનો એક તેની સાથે બીડવામાં આવ્યો હતો . પણ આ બાબતમાં પ્રબોધનકારનો જવાબ હતો ‘પુરાણ એટલે -----, એવું હું માનું છું . છત્રપતિ જેવા નૃપશ્રેષ્ઠ આવા ચિત્રવિચિત્ર વિષયો શાને સૂચવે છે ? કોઈ એક જાતને શ્રેષ્ઠ કહેવડાવાથી આપણી જાત કનિષ્ઠ થઈ જતી નથી . હું આ એક પર થૂંકું છું .’ છત્રપતિએ લીધેલી આ પરીક્ષા હતી . ‘હી ઈઝ ઘ ઓન્લી મેન વી હેવ કમ ત્રપતિની ભૂલ હોય ત્યાં પ્રબોધનકારે ભારેખમ ટીકા પણ કરી . પ્રબોધનના બીજા જ અંકમાં તેમણે ‘અંબાબાઈયા નાયટા ’ નામનો સ્ફોટક લેખ લખ્યો હતો . કેટલાક મરાઠા યુવાનોએ અંબાબાઈના મંદિરમાં જઈ પૂજા કરી હતી . આ માટે શાહુએ તેમને શિક્ષા કરી હતી . આકારણસર તેમને પ્રબોધનકારની કલમનો પ્રસાદ ચાખવો પડ્યો હતો . ક્ષત્રિય શંકરાચાર્ય બનાવવા સંદર્ભે પણ પ્રબોધનકારે શાહુને કલમથી બરોબરના ઠમઠોર્યા હતા .
આ બધું થયું હોવા છતાં શાહુનો પ્રબોધનકાર પરનો સ્નેહ તેવો જ હતો . એક રાતે દાદરમાં એક ગાડી કોદંડનો શોધતી ફરતી હતી . શાહુ મહારાજ પ્રબોધનકારને કોદંડ (ધનુષ્ય) કહીને બોલાવતા હતા . તેઓ પ્રબોધનકાર પાસે આવ્યા અને તેમને શાહુ મહારાજ પાસે લઈ ગયા . મધરાત થઈ ગઈ હતી . મહારાજની તબિયત નાદુરસ્ત હતી . છત્રપતિ પ્રતાપસિંહ અને રંગો બાપુજીનો ઈતિહાસ આલેખવો જ , એવું વચન છત્રપતિએ પોતાના હાથ પર હાથ મૂકાવી પ્રબોધનકાર પાસે લેવડાવ્યું . બીજા દિવસે સવારે મહારાજ મોટા ગામતારે નીકળી ગયા હોવાના સમાચાર આવ્યા હતા .
પ્રબોધનકારનું પત્રકારત્વ
બાળપણમાં પનવેલમાં પ્રબોધનકારને પોકેટ એન્સાયક્લોપિડિયા નામનું એક નાનકડું પુસ્તક મળ્યું . તેમાંના કેટલાક માહિતીપ્રદ ભાગનું ભાષાંતર કરી તેમણે તે હ .ના.આપ્ટેના તે સમયના લોકપ્રિય ‘કરમણૂક’માં મોકલ્યો . તે છપાયો પણ ખરો . હરિભાઉએ પત્ર લખી વધુ લેખો મગાવ્યા અને પ્રબોધનકારના લેખનની શરૂઆત થઈ . ‘કેરળ કોકિલકાર ’ કૃષ્ણાજી નારાયણ આઠલ્યેએ તેમના પનવેલ મુકામ દરમિયાન લેખન અને પત્રકારત્વના સંસ્કારોનું સિંચન કર્યું . તે પૂર્વે શાળામાં હતા ત્યારે તેમણે ‘વિદ્યાર્થી’ નામનું એક સાપ્તાહિક શરૂ કર્યું હતું . આ માટે તેમણે એક ઘરગથ્થુ છાપકામ યંત્ર પણ બનાવ્યું હતું . એક અઠવાડિયામાં પચાસ અંકો છાપ્યા . ચાર-પાંચ મહિના તે ચલાવ્યું પણ ખરૂં . પણ તેમના હાથમાં ખરેખર શાહી લાગી હોય તો મુંબઈના ‘તત્વવિવેચક’ના છાપખાનામાં . 1908 ના કાળમાં તેઓ ત્યાં સહાયક પ્રૂફ રીડર હતા . ત્યાં કામ કરતાં તે ઓ છધ્મનામે અન્યત્ર લખતા હતા . પોતાના નામે ‘ઈંદુપ્રકાશ’ તથા થાણેના ‘જગત્સમાચાર’ જેવા અખબારોમાં તેઓ લખતા . ત્યારબાદ તેમણે જલગાંવમાં ‘સારથિ ‘ નામનું માસિક વર્ષભર ચલાવ્યું .
પણ તેમની કલમની વસંત મહોરી તે ‘પ્રબોધન ‘ ને કારણે જ . 16 મી ઓક્ટોબર , 1921 ના દિવસે આ પાક્ષિક શરૂ થયું . બ્રાહ્મણ-બ્રાહ્મણેત્તર વિવદમાં નવા વિવાદને જન્મ આપવા માટે અને પોતાના પરના આક્ષેપોને જવાબ આપવા માટે તેમણે પોતાની માલિકીના નિયતકાલીનની જરૂર હતી . A Fortnightly Journal Devoted To The Social, Religious and Moral Regeneration Of Hindu Society આ ધ્યેય ધરાવતા પ્રબોધનનો રાજકારણ તરફ ઝુકાવ જરાય નહોતો. તે કાળમાં સરકારી નોકરને પોતાનુ માસિક કાઢવાની પરવાનગી નહોતી. પણ પોતાના કામમાં ચોક્કસ સેવા પ્રબોધનકારને બ્રિટિશ સરકારે પ્રબોધન કાઢવાની વિશેષ છૂટ આપી હતી. પણ પોતાના મતસ્વાતંત્ર્ય પર કુઠરાઘાત થઈ રહ્યો છે એવું લાગતા તેમણે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીઘું.
સામાજિક સુધારણાને વ્હાઈટ કૉલર સમાજ કરતાં આગળ લઈ જઈ બહુજન સમાજ સુધી પહોંચાડણારો ‘પ્રબોધન’ ગોપાળ ગણેશ આગરકરના ‘સુધારક’ કરતા બે-ચાર પગલાઆગળ નીકળીગયું હતું, એવું મરાઠી અખબરોનો ઈતિહાસ આલેખનારા રા. કે. લેલે કહે છે. પ્રબોધનકારની શૈલી વિશે તેઓ લખે છે કે. ‘તેમણી વાણી તથા કલમની જોડ મહારાષ્ટ્રમાં જડવી મુશ્કેલ છે. તેઓ માત્ર ટોણો મારતા નથી પણ સણસણતો દ્યા કરે છે. વાંચનારાનું તન-બદન ભભૂકી ઊઠે તેવી તેમણી ભાષા હતી. પણ તે મરાઠી વધારે સરળ અને વિશુદ્ધ હતી. ’
મહારાષ્ટ્રમાં ‘પ્રબોધન ‘ નું વેચાણ તથા પ્રભાવ મોટો હતો . તેણે પોતાના માત્ર પાંચ -છ વર્ષના સમયગાળામાં બહુજનવાદી પત્રકારત્વને માન્યતા , આયામ અને વિચારોની પાકટતા મેળવી આપી . આને કારણે ‘પ્રબોધન‘ બંધ પડ્યા બાદ પણ પ્રબોધનકાર બિરૂદ તેમની પાછળ નામની જેમ જ સન્માનજનક રીતે આવીને જોડાઈ ગ .. આગરકરનો વારસો આગળ વધારવા તેમણે પુણે વસવાટ દરમિયાન ‘લોકહિતવાદી ‘ નામનું સાપ્તાહિક વર્ષભર ચલાવ્યું .
‘પ્રબોધન ‘ બંધ થયા બાદ તેમણે પોતાનું કોઈ પત્ર કાઢ્યું નહીં , પણ તેઓ સતત લખતા રહ્યા . માલતી તેંડુલકરના ‘પ્રતોદ’ના તેઅ વર્ષભર સંપાદક હતા . ‘કામગાર સમાચાર ’થી લઈને ‘અગ્રણી’ સુધી અને ‘ વિજય મરાઠા ’થી માંડીને ‘કંદીલ ’ સુધી અનેક સામયિકોમાં તેઅ લખતા રહ્યા . ‘નવા મનુ ’માંના ‘તાત્યા પંતોજૂ ધડ્યા ’, ‘પુઢારી ’માંના ‘શનિવારચે કૂટાણે ’, ‘નવકાળ ’માં ‘ધાવ ઘાલી નિશાણી ’, ‘લોકમાન્ય ’માં ‘જૂન્યા આઠવણી ’ અને ‘બાતમીદાર ’માં ‘વાચકોંચે પાર્લામેન્ટ ’ એવી અનેક કોલમો ખૂબ વખણાઈ હતી . જીવનના અંતિમ તબક્કામાં તેઅ મુખ્યત્વે ‘માર્મિક’માં લખતા હતા .
કર્મવીરના ગુરૂ
બ્રાહ્મણેત્તર આંદોલન માટે સાતારા ખૂંદી વળનારા ભાઉરાવ પણ પ્રબોધનકારની જેમ સેલ્સમેન જ હતા . તેઓ ટાઈ અને કોટ પહેરીને કિર્લોસ્કરના હળ વેચતા હતા . પણ અસ્પૃશ્યોને શિક્ષણ આપનારી રૈયત શિક્ષણ સંસ્થાએ તેમને પોતાની તરફ ખેંચી લીધા . તેમના કામની તમામ રૂપરેખા પ્રબોધનકારના સાનિધ્યમાં દાદરના ખાંડકે બિલ્ડિંગમાં તૈયાર થઈ . સાતારામાં હળ બનવવાનું કારખાનું નાખવું અને તેમાંથી થનારી આવકમાંથી બોર્ડિંગ બનાવવી વી યોજના હતી . આ માટે ઉદ્યોગપતિ ખાનબહાદુર ધનજી કૂપરે પાડલી ખાતે કારખાનું શરૂ કર્યું .પણ આ કારખાનામાંથી ન તો બોર્ડિંગ માટે ભંડોળ એરહું થયું ન તો ‘પ્રબોધન’ લાંબા સમય સુધી છાપી શકાયું .
કર્મવીર ભાઉરાવ પાટીલના કામમાં જ્યારે અમતરાય આવ્યા ત્યારે પ્રબોધનકાર તેમની અડીખમ ઊભા રહ્યા . બોર્ડિંગમાંના છોકરાઅ માટે ઘેર ઘેર જઈ અનાજ પણ માગ્યું . “રૈયત શિક્ષણની કલ્પના ભલે મારી હોય પણ તે બીજને ચૈતન્યું , સ્ફૂર્તિનું તથા ઉત્સાહનું પાણી સીંચી તેમાંથી અંકૂર કૂટવાનું કામ કરનારા તથા શરૂઆતના કાળમાં ધીરજ આપી વિરોધીઅના પર્વતને તોડી માર્ગ દખાડ્યો , તે માત્ર મારા ગુરૂ પ્રબોધનકાર ઠાકરેએ “ અવું કર્મવીરે પ્રબોધનકાર વિશે કહ્યું છે . આધુનિક મહારાષ્ટ્રના નિર્માતા ખરા અર્થમાં કોઈ હતું તો તે કર્મવીર જ હતા . આવો માણસ પ્રબોધનકારને ગુરૂ માને તે મહત્ત્વનું .
પ્રબોધનકાર ભાઉરાવ સાથે અસ્પૃશ્ય બોર્ડિંગ માટે હરિજન ફંડમાંથી નાણાં મેળવવા માટે ગાંધીજી પાસે પણ ગયા હતા . ટિળકવાદીઓનું વર્ચસ્વ ઘટાડનારા મહાત્મા તરીકે પ્રબોધનકારને મન ગાંધીજી માટે માન હતું . પણ તેમણે પ્રસંગોપાત ગાંધીજી પર પ્રહાર પણ કર્યાં હતાં . ‘તમે કહો છો કે આય એમ અ બૅગર વિથ અ બાઉલ . તમે બૅગર ખરા પણ , પણ રૉયલ બૅગર છો અને ભાઉરાવ રિયલ બૅગર છે . ‘ આવું ગાંધીજીને મોઢા મોઢ કહી તોમણે બાઉરાવ માટે વર્ષના અક હજાર રૂપિયા દાન પેટે મેળવી આપ્યા . આગળ જતાં બે વર્ષ બાદ અકોલામાં ગાંધીજીની સભા ન યોજાય તે માટે પ્રયત્ન કરનારા સત્યાગ્રહીઓથી બચાવીને સભાસ્થળે પહોંચાડવાનું પરાક્રમ કેમણે કરી દેખાડ્યું હતું . ત્યારબાદ, લાંબા ગાળે ગાંધીજીને મહાત્માને બદલે ટ્રમિસ્ટર એવું સંબોધન લગાડવાનો આગ્રહ થયો આથી તેમણે નથુરામ ગોડસેના ‘અગ્રણી’ માસિકમાં લખવાનું છોડી દીધું .
સાર્વજનિક નવરાત્રોત્સવના પ્રણેતા
પુણેથી મુંબઈ પાછા ફર્યા બાદ કેમણે 1926માં દાદરનો ગણેશોત્સવ ગજવ્ . હતે. ત્યાં અસ્પૃશ્યોના હાથે ગણપતિની પૂજા થાય તે માટે બ્રાહ્મણેત્તરો જીદ પકડીને બેઠાં હતાં . પણ ગણેશોત્સવ મંડળના બ્રાહ્મણ અગ્રણીઓ સાભળવા તૈયાર નહોતા . આમાંથી રસ્તો કાઢવામાં નહીં આવે તો હું ગણપતિ તોડી નાખીશ , એવો બોમ્બ પ્રબોધનકારે ફોડ્યો . અ પછી ડો . બાબાસાહેબ આંબેડકર , રાવબહાદુર બોલેની મધ્યસ્થીને કારણે દલિત નેતા મડકે બુવાના હાથના ફૂલો બ્રાહ્મણ પૂજારી ભગવાનને ચડાવે , એવો રસ્તો કાઢવામાં આવ્યો . પણ તે પછીના વર્ષથી દાદરનો ગણેશોત્સવ બંધ પડી ગયો .
ટાકરોએ ગણેશોત્સવ બંધ કરાવ્યો તેવી બૂમાબૂમ થતાં તેમણે સાર્વજનિક નવરાત્રોત્સવની શરૂઆત કરી . ગુજરાતી ગરબા તથા બંગાલી દૂર્ગાપૂજાનું આયોજન તો આગાઉથી થતું હતું પણ મુર્તિ લાવી તેની સ્થાપના કરી મગારાષ્ટ્રીયન પધ્દતિથી નવરાત્રિ સૂ કરવાનું શ્રેય પ્રબોધનકારને જાય છે . પણ તેમણે દાખલા આપીને સ્પષ્ટ કર્યું હતું કે આવો ઉત્સવ શિવકાળમાં થતો હતો પણ પેશવાકળમાં તે બંદ પડ્યો . ‘લોકહિતવાદી સંઘ ’ નામની સંસ્થાની સ્થાપના કરી દાદરના ટિળક બ્રિજ નજૂકના અક મેદાનમાં આ ઉત્સવ ઉજવવામાં આવ્યો . તેને પાલઘરથી લઈને કોલાબા સુધીના બ્રાહ્મણેત્તરોને જોરદાર પ્રતિસાદ આપ્યો . કે પછીના વર્ષે આ ઉત્સવનો પ્રસાર આખા મહારાષ્ટ્રમાં થયો . આજે પણ પ્રબોધનકાર દ્વારા શરૂ કરવામાં આવેલો આ ઉત્સવ ખાંડકે ચાલીમાં યોજાય છે .
બહુજનવાદી હિંદુત્વના મૂળપુરૂષ
હિંદુત્વ અને બહુજનવાદનો સમન્વય સાધવાનો શ્રેય પ્રબોધનકારને જાય છે . હિંદુત્વના બુરખા હેઠળ બ્રાહ્મણી ફાયદો ઉપાડનારાઓ સામે તેમનો જબરદસ્ત વિરોધ હતો . તેઓ જાતે હિંદુત્વવાદી હતા , પણ તેમનો પાયો બહુજનવાદનો હતો . તેમને બહુજનવાદી હિંદુત્વના મૂળપુરૂષ માનવા રહ્યા . બ્રાહ્મણેત્તર ચળવળ સાથે સંકળાયંલાઓ કોંગ્રેસ તરફ ન ગયા , પણ ન .ચિ.કેળકર તથા સાવરકરના પ્રભાવને કારણે હિંદુમહાસભાથીસમાન તરફ વળ્યા . પણ પ્રબોધનકાર કાયમ જ સ્વતંત્ર રહ્યા . તેમણે કોંગ્રેસ તથા હિંદુમહાસભાથીસમાન અંતર જાળવી રાખ્યું હતું .
પ્રબોધનકારના હિંદુત્વનો પાયો ગજાનનરાવ વૈધની હિંદુ મિશનરી સોસાયટીમાં નાખવામાં આવ્યો હતો . આ સોસાયટીનએ વટલાવવામાં આવેલા હિંદુઓને ફરીથી હિંદુ ધર્મના નેજા હેઠળ લાવવાનું કામ કર્યું . વળી, આ ષિય પર વૈચારિક દૃષ્ટિએ પણ તેમનું કામ મહત્ત્વનું છે . પણ વૈદ્ય અને તેમના અનુયાયીઓ બ્રાહ્મણેત્તર હોવાથી હિંદુત્વવાદીઓએ કાયમ જ તેમની તરફ ર્દુલક્ષ કર્યું હતું . પ્રબોધનકારે હિંદુ મિશનરી તરીકે અનેક વર્ષો સુધી પ્રચાર કર્યો . ગામોગામ ફરી પ્રવચનો આપ્યા . નાગપુરના હિંદુ મિશનરી પરિષદના તેઓ પ્રમુખ પણ હતા . વૈદ્યએ વિકસાવેલી વૈદિક વિવાહ વિધિને તેમણે ટેકો આપ્યો . અનેક લગ્નોમાં નવી વિધી મુજબ લગ્ન કરાવવા તેમણે પુરોહિતનું પદ પણ સંભાળ્યું . આજે પણ વૈદિક વિવાહ વિધી પ્રસિધ્દ છે .
હિંદુ દર્મમાંની અંધશ્રધ્દાની પરંપરા તથા આદ્ય શંકરાચાર્યથી લઈને લોકમાન્ય ટિળક સુધીના હિંદુત્વવાદીઓના આદર્શો પર તીવ્ર પ્રહાર , તેમ જ બ્રાહ્મણેત્તર ચળવળનું નેતૃત્વ તેમની દૃષ્ટિએ હિંદુત્વવાદનો જ એક ભાગ હતો . મુસ્લિમો તેમ જ ખ્રિસ્તીઓ પર તેમણે પૂર્વગ્રહને કારણે પ્રહાર કર્યા હોવાનું ક્યાંય જોવા મળતું નથી . તેમનું હિંદુત્વ દલિતોના વિરોધમાં નહોતો , ઉલ્ટાનું તે તેમનો પક્ષ લઈને લડતો હતો .
સાહિત્ય
‘વકૃત્વશાસ્ત્ર’ (1919) પ્રબોધનકારનું પહેલું મહત્ત્વનું પુસ્તક ગણવું જોઈએ . આ પ્રકારનો વિષય ધરાવતું ભારતીય ભાષામાંનું આ પહેલું પુસ્તક હોવું જાઈએ . ખુદ લોકમાન્ય ટિળકે તેમના વખાણ કર્યા હતા . પણ તે પૂર્વે પણ તેમણે ‘લાઈફ એન્ડ મિશન એફ રામદાસ ’ (1919) નામનું સંત રામદાસનું જીવન ચરિત્ર અંગ્રેજીમાં લખ્યું હોવાનો ઉલ્લેખ છે . જો કે , આજે આ પુસ્તક ઉપલબ્ધ નથી . ‘ભારતીય ઈતિહાસ સંશોધન મંડળાલા ઉલટ સલામી મ્હણજે કોદંડાચા ટણત્કાર ’ આ પુસ્તકનોઉલ્લેખ અગાઉ આવી ગયો છે . ‘ભિક્ષુકશાહીચે બંડ ’, ‘નોકરશાહીચે બંડ અર્થાત ગ્રામણ્યાચા સાદ્યંત ઈતિહાસ ’, ‘દગલબાજ શિવાજી ’ જેવા પુસ્તકોઅ ઈતિહાસની તો ‘શનિમહાત્મ્ય’, ‘ધર્માંચી દેંવળ આણિ દેવળાંતા ધર્મ ’, ‘હિંદુ ધર્માચે દિવ્ય ’, ‘હિંદુધર્માચા –હાસ આણિ અધઃપાત ’ જેવા પુસ્તકો દ્વારા ધર્મની ચિકિત્સા કરી . ‘પંડિતા રમાબાઈ સરસ્વતી ’, ’શ્રી સંત ગાડગે બાબા ’, ‘કર્મવીર ભાઉરાવ પાટીલ યાંચે અલ્પચરિત્ર ’ તેમના જીવન ચરિત્રો વિશેના પુસ્તકો હતા .
‘માઝી જીવનગાથા ’ તેમના સંસ્મરણો સભર આત્મકથા , આજે વીસમી સદીના મહારાષ્ટ્રના ઈતિહાસના અભ્યાસ માટે એક મહત્ત્વનું જસ્તાવેજ ગણાય છે . તેમના પૂર્વપ્રકાશિત લેખોના અનેક સંગ્રહો તથા પુસ્તકો પણ બહાર પડ્યા હતા . તેમણે શાહિર બનીને લખેલા પોવાડા પણ બે પુસ્તિકા રૂપે જોવા મળે છે . ‘સ્વાધ્યાય સંદેશ ’ તથા ‘ઉઠ મરાઠ્યા ઉઠ ’ તેમના મહત્ત્વનાં પુસ્તકો ગણાય છે . ‘ખરા બ્રાહ્મણ ’, ‘ટાકલેલં પોર ’, ‘સંગીત વિધિનિષેધ ’, ‘કાળાચા કાળ ’, ‘સંગીત સીતાશુધ્દિ ’ જેવા તેમનો નાટકોએ ઈતિહાસ રત્યો હતો . તેમણે ફિલ્મો પણ લખી હતી . ‘શ્યામચી આઈ ’, ‘મહાત્મા ફૂલે ’ અને ‘માઝી લક્ષ્મી ’ જેવી આચાર્ય અત્રેની ફિલ્મોમાં તેમણે અભિનય પણ કર્યો હતો .
સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન
સંયુક્ત મહારાષ્ટ્રના આંદોલનમાં પ્રબોધનકાર ઠાકરે , આચાર્ય અત્રે , માધવરાવ બાગલ , ‘પ્રભાત’કાર વા .રા.કોઠારી અને સેનાપતિ બાપટ જેવા નેતાઓ આ આંદોલનના પંચાયતન કહેવાય છે . આ લોકો કોઈ પણ રાજકીય પક્ષમાં ન હોતા . કેમણે સ્વતંત્રપણે સંપૂર્ણ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું . આ આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે પ્રબોધનકાર જીવનના સાતમા દાયકાની લગોલગ હતા . પણ તેમના પ્રવતનોએ લોકોમાં નવી ચેતનાનો સંચાર કર્યો . તેમની કલમ તો નીડરતાપૂર્વક ચાલી જ રહી હતી . આ દરમિયાન તેમણે લીધેલી ડો . બાબાસાહેબ આંબેડકરની મુલાકાત મહત્ત્વની સાબિત થઈ . પક્ષભેદ ભૂલી ભેગાં નહીં આવો , તો કોંગ્રેસ મુંબઈ સાથેનું મહારાષ્ટ્ર ક્યારેય નહીં આપે , બાબાસાહેબ આપેલી આ ચેતવણી મહત્તવપૂર્ણ ગણાઈ . ત્યારબાદ તમામ વિકોધી પક્ષો સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિના મેજા હેઠળ એકત્ર થયા અને સંયુક્ત મહારાષ્ટ્રનું નિર્માણ થયું . ત્યારબાદ પ્રબોધનકારે તમામ સાર્વજનિક ચળવળોમાંથી રાજીનામું આપી દીધું .
અને શિવસેના
એક સાર્વજનિક નવરાત્રોત્સવ માટે પ્રબોધનકારે શિકાર માટે તૈયાર વાદ્યનું ભવ્ય દિવ્ય ચિત્ર બનાવ્યું હતું જે નાનકડા બાળ અને શ્રીકાંત જોઈ રહ્યા હતા . આગળ જતાં આ વાઘ તે જ રીતે શિવસેનાનું પ્રતીક ચિહ્ન બન્યું . માત્ર આ પ્રતીક નહીં પણ શિવસેનાના નામ , જય મહારાષ્ટ્ર આ ઘોષવાક્ય , જ્વલંત મરાઠી આભિમાનનો ધ્વજ અને બહુદનવાદ સભર હિંદુત્વ આ બધું મૂળ તો પ્રબોધનકારનું જ . બાળાસાહેબ પ્રબોધનકારની વાણી , કલમ અને પીંછીનું કૌશલ્ય ઉપાડ્યું . તો શ્રીકાંતજીએ આ બધા સાથે સંગીત પણ લીધું .
‘ન્યૂજ ડે ’ છોડ્યા બાદ કાર્ટૂનિસ્ટ તરીકે ગાજનારા બાળાસાહેબ ‘શંકર્સ વીકલી ’ની તરજ પર અંગ્રેજી સામયિક કાઢવાની તૈયારીમાં હતા . પણ પ્રબોધનકારે આવું કરવાની ના પાડી . તેમણે કહ્યું મરાઠીમાં વ્યંગચિત્ર સાપ્તાહિક કાઢવું જોઈએ . નામ પણ જણાવ્યું ‘માર્મિક’. આગળ જતાં ‘માર્મિક’ શિવસેના ઊભી કરી . આ શિવસેનાને મરાઠી આભિમાનનો નારો આપ્યો તે પ્રબોધનકારેપ્રબોધનકારે .
શિવસેનાનો જન્મ થયો તેના લગભગ 45 વર્ષો પૂર્વે તેમણે મુંબઈમાંના પરપ્રાંતિઓના ધાડાં વિશે પ્રબોધનમાં લેખ લખ્યો હતો . એટલું જ નહીં , સ્થાનિકોને નોકરીઓમાં પ્રાધાન્ય મળવું જોઈએ આ બાબત પણ અંગ્રેજ સરકાર પાસે મંજૂર કરાવડાવી હતી .
20મી નવેમ્બર , 1973 ના દિવસે પ્રબોધનકારનું નિધન થયું . ત્યારે મુંબઈમાં શિવસેનાની સરકાર હતા . સુધીર જોશી મુંબઈના મેયર હતા . તેમની અંતિમયાત્રા બાબાસાહેબ આંબેડકર બાદની મુંબઈની સૌથી વિશાળ અંતિયાત્રા માનવામાં આવે છે . ઘરના ઉંબરે ચંપલોને ઢગલો , તે આપણી સંપત્તિ છે , એવું સંતાનોને કહેનારા પ્રબોધનકાર 90 વર્ષનું શ્રીમંત જીવન બાદ પૂર્ણ સંતુષ્ટિ સાથે વિરમ્યા હતા .